પ્રેમરંગ. - 10

(11)
  • 2.5k
  • 1
  • 1.4k

પ્રકરણ-૧૦ડૉક્ટરના ચેહરા પરના ભાવ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યાં હતાં એ પ્રેમ કપૂર અને આદિલ કુમાર બંનેએ નોંધ્યું. થોડીવારમાં ડૉક્ટરના ચેહરા પરના ભાવ સ્થિર થયા. એ બોલી ઉઠ્યા, "મને તો હવે અત્યારે એક જ રસ્તો સૂઝે છે." "શું?" પ્રેમ કપૂર અને આદિલ કુમાર બંને અધીરા થઈને એકસાથે બોલી ઉઠ્યા. "હિપ્નોટીઝમ!" ડૉક્ટર બોલ્યા અને એમણે બંનેના ચેહરા સામે જોયું. "હિપ્નોટીઝમ? એનાથી શું થશે?" આદિલકુમારને કંઈ સમજ ન પડતાં એમણે ડૉક્ટરને પ્રશ્ન કર્યો. "હું તમને બધું જ વિગતવાર સમજાવું છું." ડૉક્ટર બોલ્યા. "પણ ડૉક્ટર સાહેબ! એનાથી રેશમ! ઓહ! સોરી! આઈ મીન મોહિનીને કંઈ નુકશાન તો નહીં થાય ને? એની તબિયત પર કોઈ ગંભીર