પ્રેમરંગ. - 6

  • 2.7k
  • 1.5k

પ્રકરણ-૬ સામે છેડેથી આદિલ કુમારનો અવાજ આવ્યો. એ બોલ્યા, "પ્રેમ કપૂર! તમે જલ્દી અહીં આવી જાવ. હું તમને લોકેશન મોકલું છું" એટલું કહી એમણે ફોન મુક્યો. ફોનમાં આદિલ કુમાર ખૂબ ગભરાયેલા લાગતાં હતા એ પ્રેમ કપૂરના ધ્યાન બહાર રહ્યું નહીં. પ્રેમ કપૂર એ પોતાના મેપમાં લોકેશન ઓન કર્યું અને ઝડપથી પોતાની કારમાં આદિલ કુમારએ જે લોકેશન મોકલ્યું હતું ત્યાં ફટાફટ પહોંચ્યા. તેમણે જોયું તો એમને સમજાયું કે, પોતે એક હોસ્પિટલ પાસે આવી પહોંચ્યા છે. આદિલ કુમાર એમની સામે ખૂબ ઘેરી ચિંતામાં ઉભા હતાં. પ્રેમ કપૂર એ પુછ્યું, "કેમ? શું થયું અચાનક? આમ આવી રીતે તમે મને અચાનક અહીં કેમ બોલાવ્યો?