રુદયમંથન - 16

(20)
  • 2.8k
  • 2
  • 1.6k

દેસાઈ પરિવારે સાંજ થતાં તો ઘણું બધું સારી રીતે પાર પાડ્યું, મુશ્કેલીઓ હતી પરંતુ વિલની શરતો અને અહીંના વાતાવરણે તેમને બધું પાર પડાવ્યું, કબીલાના દરેક જણ એમનાં કામમાં મદદે આવેલા, એમનાં સાથ સહકાર સાથે સાંજના ચારેક વાગી ગયા ત્યાં પાછો વરસાદ નીતરવા માંડ્યો, હવે એમની કસોટી થવા માંડી, થોડા સમયમાં ખેતરેથી બધા પાછા આવી ગયા, નીતરતા નેવા હવે એમનું સાચું રૂપ ઓકવા માંડ્યા, ભીનું થયેલું લીંપણ અને દીવાલમાંથી મંકોડા ખદબદવા લાગ્યા, બધાએ ખાટલામાં પોતાનાં સ્થાન લઈને બેસી ગયા, જૂનું અવાવરૂ ઘર હોવાથી જંતુએ એમનો અડ્ડો અહી લગાવી દીધો હતો, આ વાતની જાણ