રુદયમંથન - 13

(20)
  • 2.8k
  • 3
  • 1.6k

"કાકા, આટલી રાતે શીદ ગયાં હતાં?" - ઋતાએ મુનીમજીને પૂછ્યું, અંધારી રાતે પૂછાયેલા સવાલમાં ઘેરું રહસ્ય હોય એમ એ બોલી. "અરે હા, દીકરા! એ તો આ બાઈકનો જુગાડ કરવા ગયા હતાં."- મુનીમજી એ બાઈક સામે ઈશારો કર્યો. "કેમ બાઈક? અહી હતા તો ખરાં, લઈ લેવાયને હવેલીના!" - ઋતાએ કહ્યું. "હા તારી વાત સાચી, પણ રોજ તો ક્યાં તકલીફ આપવી!" - મુનીમજી એ ઉમેર્યું. " રોજ એટલે?કાકા મને કઈ સમજાતું નથી! મને માલતીમાસી એ કહ્યું આજે મહેમાનો માટે નોટિસ મૂકી હતી તમે? શું વાત છે બધી?" - એણે બેબાકળા થતાં બધા સવાલ એક સાથે પૂછી લીધા. "વાત બેટા એમ છે...!" મુનીમજી