ઋતા બધાને મળી, ઓળખાણ થઈ પરંતુ ઋતાની ઓળખાણ હજી બાકી હતી, બધાંને એક રહસ્યની જેમ ઋતા લાગી રહી હતી, એને જાણવું બધાનાં માટે થનગનાટ હતો. " મુનીમજી, આપે બધાની ઓળખાણ તો ઋતાને કરાવી દીધી, પરંતુ ઋતાની ઓળખાણ તો કરવો એમને!" - માધવીએ મુનીમજીને કહ્યું. "માધવી દીકરા, ઋતાને તો ઓળખવા માત્ર એની જોડે રહેવું પડે, એને સમજવી પડે!" - મુનીમજીએ માધવીને હેલે ચડાવી. "જોતાં તો કાઠી લાગે છે,બોલીમાં પણ કાઠિયાવાડી મીઠાશ છલકાય છે પરંતુ આ આદિવાસી ભેગી કઈ રીતે?"