એક પ્રેમ આવો પણ

  • 3k
  • 1.2k

" અરે હવે જલદી કરને બેટા. નહી તો તારે સ્કૂલ જવામાં મોડું થઈ જશે." રાજ પોતાની પાંચ વર્ષની દીકરી રિયા ને બાઈક પર બેસતા - બેસતા બોલાવી રહ્યો હતો. આજે રિયા પણ સ્કૂલ જવા માટે ઉત્સાહ થી ભરેલી હતી. રિયા નો હાથ પકડીને મધુ બહાર આવતા રાજ પર બનાવટી ગુસ્સો કરવા લાગી. "શુ કામ ને આટલી બૂમાબૂમ કરો છો હજુ સ્કૂલ જવાનો સમય પણ નથી થયો." રાજ અને મધુ નું એકમાત્ર સંતાન એટલે રિયા. આમતો રાજ પોતાના પરિવાર નું ખૂબ ધ્યાન રાખતો. ઘરની બધી જવાબદારી ખૂબ સારી રીતે નિભાવતો હતો. મધુ પણ પોતાની ફરજ પૂરી ઈમાનદારીથી