શ્રી સુંદરકાંડ ભાગ - ૧

  • 6.4k
  • 2
  • 3.4k

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: શુભ કાર્યની શરૂઆત આપણે વિઘ્નહર્તા શ્રી ગણપતિજીની સ્તુતિથી કરીએ છીએ અને કાર્ય મંગલમય રીતે અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવા આશિષ મેળવીએ છીએ. આજે આપણે શ્રી તુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના એક સુંદર સોપાન એવા સુંદરકાંડની કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યાં છીએ, ત્યારે નીચે દર્શાવેલી શ્રી તુલસીદાસજી મહારાજની ચોપાઈઓ, જેમાં એક જગ્યાએ મારું નામ મૂકી વિઘ્નહર્તા મંગલ-દાતા શ્રી ગણપતિજીને પ્રાર્થના કરું છું. હે ગજાનન મહારાજ! હે વિઘ્નહર્તા ગણપતિજી! ભગવાન શ્રીરામ અને માતા સીતાજી હંમેશા મારા મન-મંદિરમાં નિવાસ કરે તેવા શુભાશિષ આપો. ગાઇયે ગનપતિ જગબંદન । સંકર-સુવન ભવાની-નંદન ॥ સિદ્ધિ-સદન, ગજ-બદન, બિનાયક । કૃપા-સિંધુ, સુંદર, સબ-લાયક ॥