અંગત ડાયરી - શ્વાસની એફ.ડી. બને ખરી?

  • 3.1k
  • 1.2k

શીર્ષક : શ્વાસની એફ.ડી. બને ખરી? ©લેખક : કમલેશ જોષીએક મિત્ર હમણાં હોસ્પિટલમાં દાખલ થયો હતો. સ્વસ્થ થઈને બહાર નીકળ્યો ત્યારે એણે એક ગહન વાક્ય કહ્યું: મૃત્યુનો ભય ભલભલા માણસને સીધો દોર કરી નાંખે છે. હોસ્પિટલમાં હોઈએ અને ડોક્ટર કહી દે કે તમારા આવનારા ચોવીસ કે અડતાલીસ કલાક બહુ ક્રિટીકલ છે, ત્યારે એ સમયે તમારી ભીતરે વિચારોનો જે પ્રવાહ વહેવાનો શરુ થાય છે એ છે ગંગાનો પ્રવાહ. આવા વિચારો બાઇક કે કારમાં સવાર હોઈએ કે હોટેલમાં પંજાબી ચાઇનીઝ દાબતા હોઈએ કે સાજા-તાજા-માજા હોઈએ ત્યારે નથી આવતા. ત્યારે તો કોઈને સળી કરવાના, નસો ખેંચવાના, પાડી દેવાના, પાઠ ભણાવવાના શકુનિછાપ વિચારોનો ગટરપ્રવાહ