(૨૦) (પશુઓનો પોકાર સાંભળીને નેમકુમારે રથને પાછો વાળ્યો. હવે આગળ...) એ સમયમાં આવનાર જાનનું સ્વાગત કરવા માટે નિર્દોષ પશુઓની બલિ લેવાતી. અને એ દેખાડો દિવસે ને દિવસે વધી રહ્યો હતો. સૌની નજર રથ બાજુ હતી. એટલામાં તો રથે દિશા બદલી. "શતાયુ, મારે આ પ્રાણીઓને જોવા છે." નેમે સારથીને કહ્યું અને રથે વાડા બાજુ ચાલવા માંડ્યું. વાડાનો રક્ષક તો રથને આવતો જોઈ ગભરાયો. એટલામાં રથની પાછળ ચાલી રહેલા હાથીઓ, અશ્વો અને શિબિકાઓ વગેરે પણ જાણે અચેતન વસ્તુની માફક ત્યાંને ત્યાં જ સ્થિર થઈ ગઈ. કોઈને કંઈ જ સમજ ન પડી કે આ બધું શું બની રહ્યું છે. સમુદ્રવિજય રાજા, કૃષ્ણ મહારાજ