રાજવી : પ્રીતની નવી રીત - 19

  • 2.7k
  • 1
  • 1.4k

(૧૯) (નેમકુમારનો વરઘોડો દ્રારિકામાં નીકળીને મથુરાનગરીએ પહોંચે છે. ત્યાં બધા જ વરને જોવા ઉત્સુક છે. હવે આગળ...) સંયોગ... એકબીજા જોડેનો સંયોગ આ બધું જ ભાગ્યને આધીન છે. પણ સાથે એટલું જ સાચું એ પણ છે કે સંયોગ શબ્દની સાથે સદાને માટે વિયોગ સંકળાયેલો જ છે અને રહેશે જ. "રાજુલ ગોરી બેઠાં બારીએ રે. જુએ નેમિની વાટ..." વૃદાં જયારે મોટેથી ગાવા લાગી તો શશિલેખાએ તેને ધમકાવતાં કહ્યું, "તું જરા છાની મર. આખું ગામ જાણશે કે રાજુલ અહીં બેઠી છે." "એમાં કંઈ કોઈની ચોરી છે? રાજુલ એના વરને નહીં જુએ તો કોણ જોશે. જા... જા... તું તો આવીને આવી જ રહી. ચાલ