રાજવી : પ્રીતની નવી રીત - 15

  • 2.9k
  • 1
  • 1.4k

(૧૫) (ઉગ્રસેન રાજાએ નેમકુમાર સાથે પોતાની પુત્રીનું સગપણ કર્યું. હવે આગળ...) મતભેદ હંમેશા ચાલ્યા જ કરે છે. કોઈ વાત માટે એકનો મત અલગ હોય અને બીજાનો અલગ. ઉગ્રસેન રાજા લગ્ન વર્ષાઋતુ પછી કરવા માંગે છે. કૃષ્ણ મહારાજે જયારે સમુદ્રવિજય રાજાને આ બધી વાતો કરી તો તેમને એક નવો મત દર્શાવ્યો. "જો ભાઈ, આનું ભલું પૂછવું. માંડ માંડ ઠેકાણે આવ્યો છે. એમાં જો બે માસ વીતી જશે તો પાછો ફરી બેસશે." "પણ કાકાજી, શું થાય? ચોમાસામાં તો ઉગ્રસેન રાજા તૈયાર ન જ થાય." "આપણે એમને સમજાવીશું." "પણ એમ તો ઓછું કહેવાય કે અમારો પુત્ર પરાણે પરણવા તૈયાર થયો છે." કૃષ્ણ મહારાજે