(૧૪) (કૃષ્ણ મહારાજ અને તેમની પટરાણીઓ એ નેમકુમારને રાજુલ સાથે લગ્ન કરવા માટે તેમના મનને પલાળી દે છે. હવે આગળ...) કૃષ્ણ મહારાજને એક વાર નેમની આછીપાતળી પણ સંમતિ મળી એટલે એમના મન પરનો ભાર ઉતરી ગયો એમને તો તરત જ દૂતને ઉગ્રસેન રાજાના દરબાર ભણી મોકલ્યો. સંદેશામાં એમને લખ્યું કે, 'આપની પુત્રી રાજુલનું સગપણ મારા ભાઈ નેમકુમાર સાથે આપ કરો એવી અમને આશા છે. બંને એકબીજા માટે સર્જાયાં હોય એવું જ મને લાગી રહ્યું છે. અને અમારી આ માગણી આપ નહીં નકારો એટલી આપને અમારી વિનંતી.' ઉગ્રસેન રાજા પાસે એક સુંદર રત્ન હતું, જેને અત્યાર સુધી તેમને સંભાળી રાખેલું. ખબર