(૧૦) (કૃષ્ણ મહારાજ જયારે નેમકુમારને શંખમાં સ્વર પૂરવા બદલે સજા આપે છે તો નેમ તેમને શસ્ત્રોની જગ્યાએ પ્રેમથી રાજય સ્થાપવાનું કહે છે. હવે આગળ...) રુક્મિણી તરંગી વિચારો ધરાવતા નેમકુમાર માટે કન્યા કેવી મળશે? એ વિચારો કરતાં કરતાં તેને ઉગ્રસેન રાજાને ત્યાં અતિ લાવણ્યમય પુત્રી છે, એવું સાંભળ્યું તો છે. એની તપાસ કરી હોય તો.... એ જ સમયે શિવાદેવીએ પૂછ્યું કે, "કયાં ખોવાઈ ગઈ રુક્મિણી?" "હા...ના... કાકી, આ તો મને એક જણ યાદ આવે છે." "કોણ..." "મથુરાના ઉગ્રસેન રાજા અને ધારિણીદેવી." અરે હા, ઠીક યાદ આવ્યું. બહેન એ દંપતી ઘણા સુંદર છે અને એમ કહેવાય છે કે તેમના ઘરે દેવબાળા ઊતરી