(૯) (નેમકુમારે શંખમાં સ્વર પૂર્યો પછી કૃષ્ણ મહારાજ થોડો ગુસ્સો અને થોડા ગર્વ સાથે અંત:પુરમાં ગયા. હવે આગળ...) મમત એટલે કે જીદ, જેને લીધા પછી કોઈ નથી મૂકતું. મમતને તમે એક રીતે મિથ્યાભિમાન પણ કહી શકો. આ દરેકને હોય છે જ, હું આ કરી શકું જ, મારો દેખાવ સુંદર, મારા બળ આગળ બધા નકામા.... આવું મિથ્યાભિમાન ઘણા મનમાં લઈને જીવતા જ હોય છે. "પણ મેં કયાં એવું કરવા શંખ લીધો હતો? મને શી ખબર કે આટલી નાની વાતને લોકો આટલું મોટું સ્વરૂપ આપતા હશે?" "તું આને નાની વાત માને છે, છોકરા!" કૃષ્ણ મહારાજ ખરેખર ચિડાયા. "હા, તને આજે ભયંકર શિક્ષા