(૮) (શિવાદેવીએ નેમના લગ્ન કરવાની જવાબદારી રુક્મિણી અને સત્યભામાને આપે છે. રુક્મિણી નેમનું તોફાન યાદ કરી રહી છે. હવે આગળ....) પરાક્રમ એ કોઈ વ્યકિતની જાગીર નથી હોતી. એ દરેક વ્યક્તિને જન્મજાત મળે છે, જેમ કૃષ્ણ મહારાજને મળી, અર્જુનને મળી. એમાંય એનાથી પણ ઘણા ચડિયાતા હોય છે, જેમ કે કર્ણ. આવું જ છે, નેમકુમારમાં. કૃષ્ણ, બલદેવ અને નેમકુમાર ત્રણે રૂપમાં, ગુણમાં જ સરખા નહીં, પણ એટલા જ બળમાં સરખા. કદાચ નેમકુમાર એમનાથી પણ વધારે બળમાં હતા. દ્રારકાનગરી ઉપર નીચે થઈ ગઈ હતી. પાંચજન્યના શંખનાદથી બધા જ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. ત્યાં તો આશ્ચર્ય નું આશ્ચર્ય ત્યારે થયું, જયારે તેમને ખબર પડી