(૭) (શિવાદેવીને પોતાના પુત્ર નેમ માટે ચિંતા થાય છે અને એ તે પોતાના પતિ સમુદ્રવિજય રાજાને કહે છે. હવે આગળ....) કળાઓથી ભરેલી હોય છે સ્ત્રીઓ, એમાં પણ અમુક જન્મજાત હોય છે. એમાંની એક, 'ભલે તે એકબીજા સાથે ગમે તેટલી લડે, પણ જયારે તે પોતાના પરિવાર પર કોઈ મુસીબત આવે તો તે એક થઈ જાય.' બીજી, 'તે પોતાના પતિના મુખેથી જ તેમની ગમતી કે મનની વાત જ બોલાવી શકે.' આવી જ કળા શિવાદેવીમાં પણ સ્વભાવિક રીતે હતી. એટલે જ એમને બધી ગોઠવણ કરી દીધી અને પછી પોતાના પતિને જણાવ્યું અને હા પણ કરાવી દીધી. એ જ સમયે રથના પૈડાંનો અવાજ સાંભળ્યો,