(૬) (રાજુલ પોતાના હ્દયસ્વામી કયાં? પ્રશ્ન મનમાં રમ્યા કરે છે અને શિવાદેવી ભૂતકાળ વિશે વિચારે છે. હવે આગળ...) સ્વભાવ એ દરેક વ્યકિતના અલગ અલગ હોય છે, એ દરેક સમયે અને દરેક કાળમાં પણ. અને એ જ દુનિયામાં દરેકને એકબીજાથી અલગ પાડે છે. શિવાદેવી વિચારી રહ્યા હતા કે કૃષ્ણ, બળદેવ અને નેમકુમારની ત્રિપુટી હતી. નેમકુમાર એટલે રાજા સમુદ્રવિજય અને મારો પુત્ર. કૃષ્ણ રાજકાજમાં હોશિયાર. નેમ આમ તો ઘણો બળવાન, પણ નાનપણથી જ નેમ અલગારી નીકળ્યો. બળ એનામાં ઘણું છે પણ તે કહે - શરીરનું બળ નકામું, આત્માનું બળ સાચું. રૂપ ઘણું પણ એ કહે - માણસના દેહનું રૂપ તો પતંગ જેવું,