રાજવી : પ્રીતની નવી રીત - 3

  • 3.7k
  • 2
  • 2.2k

(૩) (બાળપણની રમતો રમતી, સખીઓ સાથે હસતી રાજુલ મોટી થઈ ગઈ અને જોડે જોડે તેના વિચારો પણ. હવે આગળ...) સમયનું ચક્ર હંમેશા એકધારી ગતિમાં જ આગળ વધતું રહે છે, તે કયારેય પાછું નથી જતું કે નથી ધીમું ચાલતું. ઉગ્રસેન રાજા પ્રભાતે જાગ્યા તેવા જ જાણે તે ચક્રવર્તી થયા હોય એવા આનંદમય થઈ ઉઠયા. ધારિણી દેવી પણ પતિને આટલા આનંદિત જોઈ હરખાઈ ગયા. સ્વભાવિક રીતે ઉગ્રસેન રાજા નામ પ્રમાણે થોડા ઉગ્ર સ્વભાવવાળા હતા. એટલે જ જયારે પતિ આનંદિત હોય ત્યારે રાણી પોતાના મનની વાત કહી દેતા. "આજે આટલા વહેલા કેમ જાગી ગયા, મહારાજ?" "કોણ જાણે પણ આજે મારું મન આનંદ અનુભવે