રેડ વાઇન - ભાગ ૩ - અંતિમ

(24)
  • 3.8k
  • 1.9k

રેડ વાઇન - ભાગ ૩ અંતિમઅંશ અવઢવમાં હતો શું કહું શું નહિ છતાંપણ "હા" બોલી ઉઠ્યો અને ત્યાંજ રિયા અંશનો હાથ પકડી જાણે આંખના ઈશારે કહી ઉઠી અંશ સપનાં, ઈચ્છાઓ મારા પૂર્ણ થશે. આજે સ્પેશિયલ બીચ પરનો રિસોર્ટ બુક કરાવ્યો હતો. દરિયો પણ જાણે અંશ અને રિયાના આ મિલનની આશામાં ઘુંઘવાટા મારી રહ્યો હતો. દરિયો ભલે નરી વિશાળતાનો દેખાડો કરતો હોય છતાંપણ જેમ આપણી આંખમાં અમી ખરે એમ પોતાની વિશાળતાના પેટાળમાં કેટલાએ રહસ્યો જાણે આંખમાં આંસું હોય એવા અમી સમાં મોતી છૂપાવી બેઠો છે. અંશ આ જ વિશાળતાના અંદર છૂપાયેલી વેદના સમજવા પ્રયત્ન કરી રહ્યો છે સાથે રિયાને પણ સરખાવી