દિપેન તેમજ સંજનાના એન્ગેજમેન્ટનું ફંક્સન પૂરું થયું એટલે આન્યા, સુમિત, સંજના અને દિપેન બધાએ સાથે બેસીને જ લંચ લીધું અને ત્યારબાદ આન્યાને મૂકવા માટે જવાનું થયું તો દિપેને તે જવાબદારી સુમિતને સોંપી. સુમિત તો ખૂબજ ખુશ ખુશ થઈ ગયો તેના ચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું અને ઉપર આકાશમાં જોઈને ભગવાનને થેંક્યું કહેવા લાગ્યો. અને આન્યાને પોતાની કારમાં મૂકવા જવા માટે નીકળી ગયો. રસ્તામાં સુમિત આન્યાના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે તેને પૂછી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે, આન્યા બીજી બધી છોકરીઓ કરતાં કંઈક અલગ જ છે એવું કેમ હું ફીલ કરી રહ્યો છું કે પછી મને એ ખૂબ ગમી ગઈ