ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૨

  • 2.9k
  • 1.2k

નોવોટેલ હોટલ, અમદાવાદ હોટલમાં પ્રવેશતાં જ જમણી તરફ ગોળ અને લંબચોરસ ટેબલોની ગોઠવણ હતી. તેના ફરતે સોફા અને ખુરશીઓ ગોઠવેલા હતા. આવી સોફા-ખુરશી અને ટેબલની જોડીઓમાં એક જોડી હતી ગોળ ટેબલ અને તેની ફરતે ત્રિકોણ બનાવતા ત્રણ સોફાની, જેમાં પ્રત્યેક સોફામાં એક જ વ્યક્તિ બિરાજી શકે તેમ હતું. ત્રણ સોફામાંથી હોટલનો પ્રવેશદ્વાર નજરો સમક્ષ જ રહે તે સોફો નિશાએ શોભાવેલ હતો. નિશા પણ ટેલિફોન પર જણાવેલ વ્યક્તિને મળવા આવી હતી. પરંતુ તે વ્યક્તિ એટલે કે શિલ્પા સાથે કોઇ અન્ય મુલાકાતી ચર્ચામાં હતી. આથી જ મેનેજરે નિશાને ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રતીક્ષા અર્થે જણાવેલું. શાર્ક ટેન્કની રજૂઆત સમયે ધારણ કર્યા