વૃંદાની શાર્ક ટેન્કમાં રજૂઆત શાર્ક ટેન્કના મંચ સુધી લઇ જતા માર્ગનો દરવાજો બંધ હતો. ઘેરા કથ્થાઇ રંગના દરવાજાની બીજી તરફ વૃંદા દ્વાર ખુલવાની પ્રતીક્ષામાં હતી. મંચ પરથી વૃંદાના નામની ઘોષણા થઇ, દરવાજો ખૂલ્યો. દરવાજો ખૂલતાંની સાથે જ પીળા રંગના તેજ પ્રકાશે વૃંદાની આંખો અંજાવી નાંખી. મંચ તરફ ડગલા ભરતી વૃંદાના ધબકારા ધીમા થઇ ગયેલા, નસોમાં વહેતા રૂધિરની ઝડપ ઘટી ગયેલી. આખરે તે બરોબર સાત શાર્કની સામે આવી. સાતેવ શાર્ક કાળી ખુરશીઓ પર બિરાજમાન હતા. સાતેવના હાથમાં નોંધ કરવા માટે કાગળ અને પેન હતી. સાતેવ વૃંદાને જોઇને અચંબિત થયા, ખુશ થયા, અને તેમના ચહેરા પર હોઠ મલકાવવાથી ચમક આવી. તેનું