ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૫

  • 2.7k
  • 1.4k

સ્વપ્નને પાંખો મળવાની તક વૃંદા, નિશા અને કાજલ તેમના સ્વજીવનમાં વ્યસ્ત બની ચૂક્યા હતા. તેમણે જોયેલા સપનાંઓને પરિવાર સાથે ભેળવી દીધેલા. હવે, તેમના સપના અને તેની સફળતા કુંટુંબ જ હતું. ઘરના કામોમાં દિવસ પસાર થઇ જતો હતો, અને એક દિવસ ટેલિવિઝન પર એક રિયાલિટી કાર્યક્રમની જાહેરાત નિહાળી. વૃંદા પોતું મારી રહી હતી, તેની નજર ટીવી પર ચીપકી, પોતું મારતો હાથ અટકી ગયો. નિશાએ ટીવીનો અવાજ રસોડામાંથી સાંભળ્યો, લોટવાળા હાથ સાથે તે ડ્રોઇંગ રૂમમાં આવી, અને જાહેરાત જોવા લાગી. કાજલ ઘરના ચોગાનને ધોઇ રહી હતી, પાણી હડસેલતો સાવરણો અટકી ગયો, હાથમાંથી છટકી ગયો, ટીવી પર આવતી જાહેરાત સાંભળી તેનું