એક પૂનમની રાત પ્રકરણ-72 સિધ્ધાર્થ પુસ્તક લઇને એનાં બેડ પર બેઠો અને પુસ્તક ખોલી વાંચવાનું શરૂ કરવા જાય છે ત્યાં એને મહેસુસ થાય છે કે એનાં ખભા પર વજન લાગે છે એણે જોયું કોઇનો હાથ છે એ એકદમ ચમક્યો અને પાછળ જોયું તો એક ઓળો ઉભો છે એણે એની રીવોલ્વર લેવા હોથ લંબાવ્યો અને બોલ્યો કોણ છો ? અહીં શું કરો છો ? પેલા ઓળાએ કહ્યું સર તમારી રીવોલ્વર મારાં ઉપર કામ નહીં કરે અમને મરેલાને શું મારવાનાં ? એમ કહે અટ્ટહાસ્ય કરે છે. એ ઓળો એનાં પગ તરફ ગયો હવે સિધ્ધાર્થને બરાબર સ્પષ્ટ દેખાતો હતો. સિધ્ધાર્થે પૂછ્યું