પ્રકરણ-૧૧. પ્રવીણ પીઠડીયા. સામે… ગોળ ધુમરાતાં વાદળોની વચ્ચે… એકાએક એક ભયાનક આકાર ઉદભવ્યો હતો. ઉંચો... લગભગ વીસ ફૂટ ઉંચો અને પહાડ જેવો વિશાળ દેહ ધરાવતો એ ભયાનક સાયો અત્યંત વિકરાળ દેખાતો હતો. વાદળોનાં આપસમાં ટકરાવથી ઉદભવતા પ્રકાશનો જબરજસ્ત ધોધ એ આકૃતિ ઉપર કોઈ સ્પોટ લાઈટની જેમ ચમકી રહ્યો હતો. એ પ્રકાશ રીતસરનો તેના શરીરમાં ઉતરીને શોષાઈ જતો હતો જેના લીધે તેના દેહની આસપાસ એક અમાનૂસી આભા ઉત્પન્ન થતી હતી. એ દેહ એક પુરુષનો હતો. તેનું શરીર વજ્ર જેવું ખડતલ દેખાતું હતું. તેના લાંબા અને ઘુંઘરાળા વાળ હવામાં તરતાં હોય એમ