નેહડો ( The heart of Gir ) - 11

(28)
  • 5.8k
  • 1
  • 3.6k

થોડો આરામ કરી ગોવાળિયા ઉઠી ગયા. ધીમે ધીમે તે રામુ આપા અને કનો બેઠાં હતાં એ બાજુ આવવાં લાગ્યાં. હાકલા કરી અને ઢેફા મારી ભેંસોને પાણીમાંથી બહાર કાઢી. ભેંસો એક વાર પાણીમાં બેસી જાય પછી તેને બહાર કાઢવી ખૂબ અઘરી. ભેંસોને ચરવામાં રાગે પાડી ફરી બધા ટેકરી પર બેસી ગયા. હવે ભેંસો શાંત થઈ પૂછડા ફેરવતી ચરવા લાગી. રાધી તેનાં બાપુજી નના ભાઈની બાજુમાં બેઠી હતી.ગેલો ચા કરવામાં વ્યસ્ત હતો.તે ચૂલામાં ટિટીયા સંકોરતો જતો હતો. કનાને કપાળે સવારે કરેલો ચાંદલો હજી દેખાતો હતો.રામુ આપાને ચા પીધા પછી ચુંગી પીવી પડે. તેથી તેણે તેની તૈયારી ચાલુ