ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-53

(43)
  • 3.3k
  • 3
  • 1.9k

(આયાન કિઆરાને મળવા આવ્યો તેણે કિઆરાને એક ડ્રેસ ગિફ્ટ કર્યો.અહીં નમિતાએ જાણીજોઈને કિઆરાને ફિટ અને અંગપ્રદર્શિત થાય તેવો ડ્રેસ પહેરવા આપ્યો.જાનકીવિલાના સભ્યો પાર્ટીમાં અાવી ગયાં.નમિતા કોઇને છુપાઇને મળી.) નમિતા જેને ગળે મળી તે અકીરા હતી.જે દિવસે કિઆરા સેટ પર આવી હતી તે દિવસે તેણે પોતાની સ્પિચમાં નમીતા અને અકીરાનું અપમાન કર્યું હતું. અકીરા ફિલ્મની હિરોઈન હતી જ્યારે નમિતા ડ્રેસ ડિઝાઇનર.નમિતા અકીરાને તૈયાર કરી રહી હતી નેક્સ્ટ શોટ માટે.અકીરા ખૂબજ ગુસ્સામાં હતી,જે નમિતાને અકીરાના હાવભાવ પરથી ખબર પડી ગઇ. "શું થયું ?એલ્વિસની ગર્લફ્રેન્ડે કરેલા અપમાનથી ધુંધવાયેલી છે?"નમિતાએ પૂછ્યું. જવાબમાં તીખી નજરો સાથે તેણે નમિતા સામે જોયું.જે જોઇને નમિતા હસી પડી. "ચલ,કઇંક