આજની સવાર કંઇક અલગ જ પેગામ લઈને આવી હતી...સૂરજ ની કિરણો રૂમમાં પ્રવેશતા જ ક્રિશય ની આંખ ખુલી...અત્યાર સુધી ના દિવસોમાં એવું ક્યારેય બન્યું ન હતું કે ક્રિશય એના સમય કરતા વહેલા ઉઠ્યો હોય...પરંતુ આજે એ વહેલા જાગીને તૈયાર થઈને નીચે આવ્યો...એને જોઇને ક્રિષ્ના ને થોડી નવાઈ થઈ...ક્રિષ્ના એ તો તરત જ મનમાં ધારી લીધું કે આ બધું અયાના ના કારણે જ થાય છે...નાસ્તો કરીને ક્રિશય હોસ્પિટલ માટે નીકળી રહ્યો હતો તે જ સમયે પોતાની એક્ટિવા ઉપર અયાના ત્યાંથી નીકળી..."હેય...મોર્નિંગ...." ક્રિશયે થોડી બુમ પાડીને કહ્યું...એના અવાજ ઉપર થી લાગતું હતું કે એ કેટલો ખુશ છે....પોતાની ઈચ્છા વિરુદ્ધ પરાણે બ્રેક મારીને