તારી ધૂનમાં.... - 6 - યાદો ની નગરી ના સફરે....

  • 2.3k
  • 1.1k

9:30amસારંગ બાલ્કની માં છોડવાઓને ગીતો ગાતા ગાતા પાણી આપી રહ્યો હોય છે ત્યાં તેને ચાવીથી ઘરનો દરવાજો ખુલાવાનો અવાજ આવે છે.તેની નજર દરવાજા તરફ ફરે છે.પોતાની ખનકતી મુસ્કાન સાથે વિધિ અંદર પ્રવેશે છે.તેને જોઈ સારંગ ના ચહેરા પર પણ મુસ્કાન આવી જાય છે.સાઈડ પર પોતાની ચપ્પલ કાઢીચાવીને ટીવી ટેબલ પર મૂકી તે સારંગ સામે જુએ છે.વિધિ : ગુડ મોર્નિંગ.સારંગ : સુપ્રભાત.કહેતા તે બાલ્કની માંથી લિવિંગ રૂમમાં આવે છે.વિધિ : કેવો છે આજનો દિવસ??સારંગ : તને શું લાગે છે??વિધિ હલકું મુસ્કાય છે.વિધિ : આજે નથી જવાનો સ્ટુડિયો??તે રસોડામાં આવતા પૂછે છે.સારંગ : ગઈ કાલે આખી રાત જુની યાદો વાગોળતાં ઉંઘ જ