બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 9

  • 2.9k
  • 1.2k

ફાઈનલી આર્ય ની બર્થ ડે પાર્ટીની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. આર્ય ખૂબ જ ઉત્સાહિત હતો અને હવે સન્ડે ની રાહ જોવાઇ રહી.રવિવારની સોનેરી સવાર આજે એક અનેરા આનંદ સાથે ઉગી હતી. આર્ય વહેલા ઊઠી ગયો અને નાહી ધોઈ જલ્દી તૈયાર થઈ એના મમ્મી પપ્પા ને પગે લાગી આશીર્વાદ લઇ જન્મદિન ની શુભ શરૂઆત કરે છે.ત્યારબાદ મંદિર જઈ પ્રભુના આશીર્વાદ લઇ ગરીબોમાં થોડું દાન કરી ઘરે આવે છે, હવે આર્ય ખૂબ આનંદ થી ક્યારે સાંજ પડે તેની રાહ જોઈ રહ્યો.આખરે તે ઘડી પણ આવી ગઈ, આર્ય સરસ મજાનો શૂટ પહેરી રેડી થઈ એના મમ્મી પપ્પા સાથે હોટેલ રેમ્સોન પહોંચી જાય