લગ્ન માટે હામી અંગ્રેજી મુખ્ય વિષય સાથે બી.એ.નો અભ્યાસ પૂર્ણ કરી વૃંદા એમ.એ. પણ બાલાસિનોરથી જ કરવા માંગતી હતી. હરેકના જીવનમાં એક સાચા માર્ગદર્શકની વિશેષ ભૂમિકા હોય છે. તેમજ આગળના અભ્યાસ માટે વૃંદાના માર્ગદર્શક બન્યા તેની કોલેજના આચાર્યશ્રી, અંગ્રેજીના પ્રાધ્યાપક, જેઓએ તેને અમદાવાદની એલ.ડી. આર્ટ્સ અથવા ભાષાભવનમાંથી અનુસ્નાતકનો અભ્યાસ કરવાની સલાહ આપેલી. સલાહને અનુસરી વૃંદાએ સૂચવેલ બન્ને કોલેજમાં અરજી નાંખી, અને તેની તેજસ્વિતાએ કારણે, મેળવેલ બી.એ.ના પરિણામના કારણે તેને બન્ને કોલેજમાં એડમિશન મળતું હતું. પરંતુ કપડવંજથી તેની સાથે આવનાર મિત્રને એલ.ડી. આર્ટ્સ કોલેજમાં એડમિશન મળ્યું. આથી સંગાથ રહે તે ઉદ્દેશથી વૃંદાએ પણ એલ.ડી. આર્ટ્સમાં જ એડમિશન લીધું, અને