શ્વેત, અશ્વેત - ૨૫

  • 2.4k
  • 1
  • 1.2k

ક્રિયા વિચારવા લાગી.. શ્રુતિ. તે એને નાનપણથી જાણતી હતી. એની સાથે જ મોટી થઈ હતી. સાથે જ રહ્યા હતા. કહી શકાય કે શ્રુતિને તેના માં - બાપ પછી સૌથી વધારે ક્રિયા જાણતી હતી. કોઈ દુશ્મન ન હતું. એક બે વાર એવા હાત્સા થયા હશે જેના કારણે કોઈ તેને મારી નાખે. ફોરેનમાં તે બહુ જાણીતી ન હતી. પણ એના બે ત્રણ મિત્રો હતા. કોઈ અહીં ન આવી શકે. તેના માતા - પિતા એક જ દિવસમાં રામેશ્વરમથી પોરબંદર આવી એને મારી નાખે - અને એ પણ પહેલીજ વારમાં, કોઈને જાણ ન થાય તેવી રીતે - એવું તો બનેજ નહીં. હોય શકે તેઓ