પ્રાયશ્ચિત - 64

(96)
  • 8.5k
  • 4
  • 7.3k

પ્રાયશ્ચિત પ્રકરણ 64" કેતન તમારામાં આજ સુધી ક્યારેય પણ મેં ગુસ્સો જોયો નથી તો પછી આજે અચાનક વિવેક ઉપર આટલા ગુસ્સે કેમ થયા ? " રાત્રે બેડરૂમમાં જાનકીએ કેતનને આ સવાલ પૂછ્યો. " તારી વાત સાવ સાચી છે જાનકી કે ગુસ્સો મારા સ્વભાવમાં નથી. હું પોતે આધ્યાત્મિક યાત્રાનો પ્રવાસી છું. કોઈનું પણ ખરાબ કરવાનું વિચારી શકતો પણ નથી. મેં તે વખતે જાણીજોઈને ખોટો ગુસ્સો બતાવ્યો હતો જેથી ઓફિસનો શિષ્ટાચાર જળવાઈ રહે. સ્ટાફના માણસો એક ડિસ્ટન્સ રાખે. ફૂંફાડો ક્યારેક જરૂરી હોય છે. દરેકને આપણે ૫૦૦૦૦ પગાર આપીએ છીએ. એક શિસ્ત તો એમનામાં હોવી જ જોઈએ. " કેતન બોલ્યો. " સાવ સાચું કહું તો