પ્રાયશ્ચિત - 62

(99)
  • 8.1k
  • 6
  • 7.3k

પ્રાયશ્ચિત પ્રકરણ 62જાનકી અને કેતનનું પરિવારે સ્વાગત કર્યું. બંનેના આગમનથી ઘરમાં જાણે કે રોનક આવી ગઇ. જાનકી મમ્મી પપ્પાને પગે લાગી. ઘરના તમામ સભ્યો કેતન અને જાનકીને વીંટળાઈ ગયાં. " કેવી રહી તમારી દુબઈની યાત્રા ? " સૌથી પહેલો સવાલ રેવતીએ કર્યો. " ખૂબ જ મજા આવી ભાભી. ભાઈએ હોટલ પણ સારી શોધી કાઢી હતી. અમને લોકોને કોઈ જ તકલીફ પડી નથી. ત્રણે ત્રણ દિવસ ફરવામાં જ વિતાવ્યા છે. " કેતન બોલ્યો. " મને તો સૌથી વધારે મજા બુર્જ ખલીફા માં આવી. છેક ૧૨૪મા માળે બે મિનિટમાં લિફ્ટ પહોંચી ગઈ. અને ત્યાંથી આખું દુબઈ એટલું સરસ દેખાય છે ભાભી કે શું વાત કરું