મહોરું - 13

(45)
  • 5k
  • 4
  • 2.8k

(પ્રકરણ : ૧૩) એન્ટોનિયોએ કલગીને રિવૉલ્વરની ગોળી મારી અને કલગી અધુરી ચીસ સાથે લાશની જેમ જમીન પર પટકાઈ, એટલે અચલ અને બુશરા કલગી તરફ જોઈ રહ્યા. કલગી ઊંધા માથે, પત્થરના પૂતળાની જેમ પડી હતી. તેનો જીવ નીકળી ગયો હોય એમ લાગતું હતું. ‘બિચ્ચારી સાવ ભોળી હતી, જો તમારા બન્નેમાંથી કોઈ એકનું નામ બોલી ગઈ હોત તો આમ પહેલા મરી ન હોત અને થોડીક વધુ પળો જીવી શકી હોત.’ એન્ટોનિયોનો અવાજ કાને પડયો, એટલે અચલ અને બુશરાએ એન્ટોનિયો તરફ જોયું. ‘હવે બોલો, તમારા બન્નેમાંથી કોણ પહેલું મરશે ?!’ એન્ટોનિયોએ વારાફરતી અચલ અને બુશરા તરફ રિવૉલ્વરની અણી તાકી. અચલ કે બુશરા કંઈ