મહોરું - 12

(45)
  • 5.2k
  • 3
  • 2.9k

(પ્રકરણ : ૧ર) ‘તમે લોકોએ જેના રૂપિયા ચોર્યા છે ને, એ હથિયારોના વહેપારી એન્ટોનિયોના માણસો છીએ અમે !’ કરડી આંખોવાળા આદમીએ પોતાની આંખો ઓર વધુ કરડી કરતાં કહ્યું, અને એ સાથે જ વૅન એક આંચકા સાથે ઉપડી અને પૂરપાટ ઝડપે એન્ટોનિયોના અડ્ડા તરફ દોડી એટલે અત્યારે અચલ અને બુશરાએ બન્નેએ એકબીજા સામે જોયું. બન્નેના ચહેરા પર ભય આવી ગયો હતો, તો કલગી પણ ફફડી ઊઠી હતી. રોકસાના અને એના ઉપરી અધિકારી સમીઉલ સાથે કલગીની એવી વાતચીત થઈ હતી કે, તે અચલ સાથે બૅન્કમાંથી ડૉલર લઈને બહાર નીકળશે કે તુરત જ રોકસાના અને સમીઉલ પોતાના સાથીઓ સાથે ધસી આવશે અને અચલને