મહોરું - 9

(48)
  • 5.1k
  • 5
  • 2.8k

( પ્રકરણ : ૯ ) જે કંઈ બની ગયું હતું એનાથી કલગી અવાચક બની ગઈ હતી. અચાનક લુકાસ રિવૉલ્વર સાથે ધસી આવ્યો હતો અને લુકાસ કલગીને ગોળી મારવા જતો હતો એ વખતે જ રોકસાનાએ લુકાસની પીઠમાં રિવૉલ્વરની ગોળી ઉતારી દીધી હતી. અત્યારે લુકાસની લાશ કલગીની બાજુમાં પડી હતી, જ્યારે હજુ પણ રોકસાના હાથમાં રિવૉલ્વર સાથે કંપતી ઊભી હતી. ‘રોકસાના !’ કહેતાં કલગી ઊભી થઈ અને રોકસાના પાસે પહોંચી : ‘મને માફ કરી દે, તું મારા કારણે આ મુસીબતમાં મુકાઈ. પણ...’ અને કલગીએે રોકસાનાના હાથમાંથી રિવૉલ્વર લીધી : ‘પણ જે બની ગયું એને આપણે બદલી શકીએ એમ નથી. એટલે આપણે તુરત