મહોરું - 8

(44)
  • 4.8k
  • 5
  • 2.8k

( પ્રકરણ : ૮ ) ‘તને ખ્યાલ આવી ગયો કે, કલોઝ સર્કિટ ટી. વી. રૂમમાં બેઠેલો સિકયુરિટી ગાર્ડ તારા મોબાઈલની મદદથી તું કયાં છે, એ સમજીને પોતાના સાથી ગાર્ડને તારી પાછળ મોકલી રહ્યો છે, એટલે તેં ત્યાં કૉન્ફરન્સ રૂમમાં જ તારો મોબાઈલ મૂકી દીધો, પણ પછી તું બીજા માળના એ રૂમમાંથી બહાર કેવી રીતે નીકળી ?’ સામેની ખુરશી પર બેઠેલી ડૉકટર બુશરાએ કલગીને પૂછયું, એટલે કલગીએ નિસાસો નાખીને કહ્યું : ‘..એ રૂમમાં એક જ બારી હતી અને બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો નહોતો. હું બારીની બહાર નીકળીને બારી નીચે આવેલી નાની પાળી પર સરકતી એ બિલ્ડીંગના બીજા ખૂણે પહોંચી હતી