( પ્રકરણ : ૬ ) કલગીને મદદ કરનાર ટૅકસી ડ્રાઈવર ઓમરના લમણે કોઈએ રિવૉલ્વરની ગોળી મારી દીધી હતી અને અત્યારે ઓમરની લાશનું માથું કલગીના ખોળામાં પડયું હતું, એ ભયંકર હકીકતના આઘાતમાંથી કલગી હજુ તો બહાર આવી નહોતી, ત્યાં જ અત્યારે કલગીને રિવૉલ્વરની ગોળી છૂટવાના અવાજની સાથે જ ટૅકસીનો પાછળનો કાચ ફૂટવાનો અવાજ સંભળાયો. કલગીએ ચહેરો ફેરવીને પાછળ જોયું તો ટૅકસીના પાછળના કાચની કરચો ઊડતી દેખાઈ. તેના મોઢેથી ચીસ નીકળી જવાની સાથે જ ચહેરામાં કાચની કરચો ઘૂસી જવાના ભયથી તેનો ચહેરો આગળની તરફ ફરી ગયો. આ જ પળે બીજી ગોળી છૂટવાના અવાજની સાથે જ કારનો આગળનો કાચ ફૂટયો. તેણે પાછું વળીને