( પ્રકરણ : ૪ ) પેલો ટૅકસીવાળો ઓમર તેનો પીછો કરતો આવી રહ્યો છે એ હકીકતથી બેખબર કલગી ટૅકસીમાં ઈન્ડિયન એમ્બસી તરફ આગળ વધી રહી હતી. અત્યારે સવારના દસ વાગ્યા હતા અને દુબઈ શહેરની આ સવાર તેને ખૂબ જ ખુશનુમા લાગી રહી હતી. ઈન્ડિયન એમ્બસી આવી. કલગી ટૅકસીમાંથી ઊતરી. કલગીનો પીછો કરતાં આવેલા ટૅકસીવાળા ઓમરે તેનાથી થોડેક દૂર ટેકસી ઊભી રાખી દીધી અને મન સાથે કંઈક વાત કરતાં કલગી તરફ તાકી રહ્યો. કલગી ઈન્ડિયન એમ્બસીના મેઈન ડોરની અંદર દાખલ થઈ. કલગીએ ગઈકાલે જે કાઉન્ટર પર પોતાનો પાસપોર્ટ આપ્યો હતો ત્યાં પહોંચી. ગઈકાલે તેણે હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતા જે ઑફિસરને પાસપોર્ટ