ખોફ - 2

(26)
  • 5k
  • 3
  • 2.9k

મીનુએ પોતાની ફ્લેટની સામેના ફ્લેટના દશમા માળેથી એક સ્ત્રીને છેક નીચે પડતાં અને " બચાવો... બચાવો... " તેમ બૂમો પાડતાં જોઈ. છેક નીચે પડતાંની સાથે જ તે સ્ત્રીનું માથું ફાટી ગયું હતું અને તે લોહી-લુહાણ થઈ જમીન ઉપર પડેલી હતી. જ્યારથી મીનુએ આ દ્રશ્ય જોયું હતું ત્યારથી તે એટલી બધી તો ડરી ગઈ હતી કે, ન તો તે આ વાત કોઈને કહી શકતી કે ન તો તેના મનમાંથી આ વાતનો ડર ખસતો હતો અને આ દ્રશ્ય મીનુએ જોયું ત્યારથી તેને તાવ ઉતરવાનું નામ જ લેતો ન હતો. આવું કંઈપણ બની શકે તેવી તો મીનુના ઘરમાં કોઈને કલ્પના માત્ર ન હતી.