बंसरी.....લીલા તે વાંસની વાંસળી રે..વગડે વગાડતો જાય!લઇ નીકળું દોરી દાતરડું રે..મારું હ્રદય ચીરતો જાય.- વાત્ત્સલ્યબંસરી દરરોજ સવારે દાતરડું અને દોરી લઇ દૂર સીમાડે પોતાના ખેતર જતી ત્યાં તેનો ભવભવનો ભેરુ તે સીમાડા તરફ અર્ધા ગાઉને અંતરે વાંસળી વગાડતો જતો હોય ત્યારે વાંસડીના મધૂર સૂર તેના કાને અથડાય અને તે નાદમાં તન્મય થઇ જતી બંસરીને ભાન ના રહેતું કે તેનું ખેતર આવી ગયું છે.તેનું ચિત્ત ભલે દૂર દૂરથી આવતા વાંસડીના સૂર આવતા બંધ થાય છતાં કાનમાં ગુંજ્યા કરતા.જયાં સુધી તેને કોઈ ખલેલ ના પહોંચાડે ત્યાં સુધી તેની મધૂર વાંસડીના સૂર મનને મોજ તનને તડપન આંખને ચેન શાંત ના થવા દે.. પોતાના