ખોફ - 1

(19)
  • 5.7k
  • 3.2k

" ખોફ " પ્રકરણ-1ચૌદ વરસની માસૂમ બાળકી, ખૂબ જ રૂપાળી, ડાહી અને ઠરેલી પણ એટલી જ. મમ્મી-પપ્પાની ખૂબજ લાડકી. પપ્પાની એક જ બૂમમાં "હા પપ્પા, આવી પપ્પા " કહેતી અને હાજર થઈ જતી.હસતી-ખેલતી, રમતી-કૂદતી માસૂમ બાળકીને અચાનક આ શું થઈ ગયું...?? ખબર જ ન પડી. ચાર તાવ, પાંચ તાવ થઈ જતો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી જતાં કે અચાનક મીનુને આમ આટલો બધો તાવ કેમ આવી જાય છે...?? ઘણાં દિવસ સુધી આમ ચાલ્યું પણ કંઈ ખબર પડતી નહિ. ડૉકટર પણ વિચારમાં પડી જતાં કે આટલી બધી પ્રોપર ટ્રીટમેન્ટ કરવા છતાં આ છોકરીને કંઈ ફરક કેમ પડતો નથી...?? દવાની અસર હોય ત્યાં સુધી