ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 3

(35)
  • 4.9k
  • 3
  • 3k

ઇન્સ્પેક્ટર પ્રતાપ ભાગ-3 સબૂત અને બયાનની આસપાસ ઇન્સ્પેક્ટર પ્રતાપ અને ગણેશ તલપડે બપોરે ત્રણ વાગે ધીરજ સીંઘાનીયાના જૂહુ સ્થિત ઘરે પહોંચ્યા હતાં. ધીરજ સીંઘાનીયા એમની રાહ જોઇ રહ્યો હતો. ઇન્સ્પેક્ટર પ્રતાપ અને ગણેશ બંગલામાં પ્રવેશ્યા અને ધીરજના આલીશાન ડ્રોઇંગરૂમના સોફા પર બેસી ગયા હતાં. "ઇન્સ્પેક્ટર, મારી પત્નીના ખૂન બાબતે કોઇ માહિતી મળી ખરી?" ધીરજ સીંઘાનીયાએ પૂછ્યું હતું. "માહિતી તો મળી છે પરંતુ હજુ કશું ચોખવટ સાથે કહી શકાય એવું નથી એટલા માટે મારે રહીમ અને આશાતાઇને કેટલાંક સવાલો પૂછવા છે. પરંતુ તમારી પત્ની મીરા રાજપૂત તરીકે કેમ ઓળખાતી હતી? મીરા સીંઘાનીયા તરીકે કેમ એમનું નામ એમના કોઇપણ આઇ.ડી.માં