ઇન્સ્પેક્ટર પ્રતાપ ભાગ-2 આદિવાસીઓની પ્રતિજ્ઞા ઇન્સ્પેક્ટર પ્રતાપ અને ગણેશ તલપડે ઉદ્યોગપતિ દીપક બીરલાના વેઇટીંગ રૂમમાં બેઠાં હતાં. ગણેશ તલપડેના મોબાઇલ ઉપર રીંગ વાગી હતી. એણે ફોન ઉપાડી વાતચીત કરી અને ફોન મુકી દીધો હતો. "સર, આદિવાસીઓના સરપંચ મીરા સીંઘાનીયાના કેસ બાબતે તમને મળવા પોલીસ સ્ટેશને આવ્યા છે અને એમની જોડે એમનો વકીલ પણ છે. મેં હવાલદારને એમને બેસાડવાનું અને ચા-નાસ્તો કરાવવાનું કહ્યું છે." ગણેશ તલપડેએ પ્રતાપને કાનમાં કહ્યું હતું. "આપ લોકોને સર અંદર બોલાવે છે." પટાવાળાએ આવીને ઇન્સ્પેક્ટર પ્રતાપ સામે જોઇ કહ્યું હતું. વિશાળ વાતાનુકુલિત કેબીનમાં ઉદ્યોગપતિ દીપક બીરલા બેઠાં હતાં. એમની બાજુમાં જ કાળો કોટ પહેરેલો એક