સૌરાષ્ટ્ર નો અમર ઇતિહાસ - ભાગ 7

  • 5k
  • 1.8k

સિંહનું દાનમૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગેામતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબારે કાંઈક વ્રતો લીધાં, પણ ચાંચેાજીએ તો એવું વ્રત લીધું કે 'મારી પાસે જે કાંઈ હશે તે હું મારા જાચનારને આપીશ.'ત્રણે જાત્રાળુઓ ઘરે આવ્યા. બે મોટા દરબારોનાં વ્રત થોડે વખતે છૂટી ગયાં, પણ ચાંચોજીની પ્રતિજ્ઞા તો જીવસટોસટની હતી.હળવદ દરબારે પોતાના દસોંદી ચારણને ઉશ્કેર્યા. વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવ તો તું જે માગે તે તને આપું.ચારણ કહે: “પરમારનો પુત્ર હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે.”દરબાર કહે : “એવું કંઈક