સીધપુર અને ભવ્ય રૂદ્રમહાલય.....

  • 6.2k
  • 5
  • 2.9k

સિદ્ધપુર ને તેના ઐતિહાસિક સ્થાપત્ય.....રુદ્રમહાલય ....... મહેસાણા જિલ્લામાં આવેલ સિદ્ધપુર અમદાવાદ થી લગભગ ૧૧૦ કિમીના અંતરે છે. આ સ્થાન ભારતનું માતૃશ્રાધ્ધમાટેનું પવિત્ર તીર્થ ગણાય છે. અહીંનું બીદુસરોવર ભારતના ચાર મોટા ને પવિત્ર સરોવરમાંનું એક છે. સરસ્વતી નદી કાંઠે આવેલું હોઈ પવિત્ર અને ધાર્મિક શહેર છે. જો કે આ સ્થાન ઇતિહાસમાં તેના ભવ્ય અને સ્થાપત્યકળાના બેનમૂન નમૂના સમા રુદ્રમહાલય માટે પ્રસિદ્ધ છે. શિલ્પ અને સ્થાપત્યના પ્રતીક સમા રુદ્રમહાલય વિષે જાણતા પહેલા આ સ્થાનની ધાર્મિક અને ઐતિહાસિક મહત્વની ભૂમિકા જાણવી અગત્યની છે. આ સ્થાનનું પ્રાચીન નામ સિદ્ધક્ષેત્ર કે, શ્રીસ્થલ , જણાય છે. સ્કંધપુરાણમાં શ્રીસ્થળનો ઉલ્લેખ મળે છે. જયારે પહેલો ઇતિહાસિક ઉલ્લેખ અલ્બરુનીની ડાયરીમાં મળે છે.