“મમ્મી, તમે મમતા અને ગરિમાબેનને ફોન કરીને કહી દો.” “ હા,હા... એ લોકોને જ ફોન લગાડું છું. પછી તારી મમ્મીને પણ ફોન કરીને ખુશખબર આપી દઈએ. હું વાત કરી લઉં પછી તું તારી મમ્મી સાથે વાત કરી લેજે. વેવાણને મારે ખુશખબર તો આપવા જોઈએ ને!” બોલતાં બોલતાં માલિનીબેને ગરિમાને ત્યાં ફોન લગાડયો. “ હેલો ગરિમા... જય શ્રીકૃષ્ણ બેટા... કેમ છે?” “ હા મમ્મી, બસ મજામાં, બોલ...” “ બેટા, પર્લનું સગપણ નક્કી થયું છે.” “ હેં! શું વાત કરે છે?? તમે લોકોએ સગપણ નક્કી કરી નાખ્યું ને મને જાણ પણ નથી કરતી?? અંતરા- વિનીતે તને ના પાડી હતી અમને કહેવાની??” ગરિમા