The Next Chapter Of Joker - Part - 38

(31)
  • 5k
  • 7
  • 2.3k

The Next Chapter Of Joker Part – 38 Written By Mer Mehul પોપકો કોલોની રોડ, સમય – 10:38pm મહેતા સાહેબની સૂચના મળતા ખુશાલે બધાને આગળ વધવા ઈશારો કર્યો. સાત ફૂટની દીવાલ કૂદીને અવાજ કર્યા વિના બધા લોકો બગીચામાં પ્રવેશી ગયા. મહેતા સાહેબે બગીચામાં રહેલા પાંચ લોકોનું લોકેશન આપી દીધું હતું. ખુશાલે બધાને છુટા થઈ જવા કહ્યું. પહેરેદારી કરતાં પાંચ લોકો પોતાની ધૂનમાં જ મસ્ત હતાં. તેઓનાં હાથમાં હથિયાર તો હતાં પણ જો કોઈ હુમલો કરે તો સામે પ્રતિક્રિયા આપવા માટે સમય લાગી જાય એવી સ્થિતિમાં એ હથિયારો હતાં. પાંચેય લોકો થોડા અંતરે આમતેમ આંટા મારી રહ્યા હતાં. ખુશાલનાં