પિયર - 7

  • 5.8k
  • 1
  • 2.8k

મેઘનાના મામા પ્રકાશ જાડેજા, જે ડૉક્ટર છે એ અવનીને જોવા ઘરે આવે છે, એમની સાથે એમના પત્નિ સુરેખા પણ આવે છે, જે એક જાણીતા ગાયનેકલોજિસ્ટ છે. મેઘના એમને અવનીને જ્યાં સુવડાવી હતી તે રૂમમાં લઈ જાય છે, વિરેન અને સવિતા તો પોતાની વ્હાલસોયી દિકરીની આવી દશા જોઈને રડી રડી ગાંડા જેવા થઈ ગયા હતા. મેઘના વિરેનને કહે છે, અંકલ મામા મામી આવી ગયા છે, તમે જરા બહાર બેસો હું એમની સાથે છું અહી એમને જોવા દયો, પ્લીઝ. વિરેન બહાર આવીને બેસે છે, પણ એનો જીવ અંદર અવની પાસે હોય છે, મનમાં ને મનમાં